0


                                             એક પ્રખ્યાત સુફી સંત હતા. એની ખ્યાતી ચારે બાજુ ફેલાયેલી હતી. એક વખત એક માણસ સાધના શીખવા ગયો. એની માત્ર એટલીજ ઈચ્છા હતી કે એ એવું કંઈ સિદ્ધ કરે જેથી એ હમેશા પ્રસન્ન રહી શકે.

એ માણસ સુફી સંત પાસે પહોચ્યો ત્યારે એણે જોયું કે એ સંત પાસે વાસની બનેલી એક નાનકડી છાબડી હતી અને એમાંથી એ દાણા લઇ ને પક્ષીઓને ખવડાવતા હતા.એ જોઇને સંતના મો પર હરખ સમાતો ના હતો.
આમ ઘણો સમય પસાર થઇ ગયો. સંતે પેલા માણસ તરફ કોઈ ધ્યાન ના આપ્યું. આથી પરેશાન થઈને એ પેલા સંતને કંઈક કહેવા જતો હતો ત્યાજ એને રોકીને સંતે પેલી દાણા ભરેલી છાબડી એને પકડાવી દીધી અને કહ્યું:
'હવે તું પક્ષીઓને ચણ નાખ અને  એના આનંદનો અનુભવ મેળવ'
પેલો માણસ તો  વિચારવા લાગ્યો કે ક્યાં હું પ્રસન્નતા પ્રાપ્ત કરવાની સાધના જેવી ઉંચી વસ્તુ શીખવા અહી આવ્યો છું અને ક્યાં આ સંત મને પક્ષીઓને ચણ નાખવા જેવું મામુલી કામ સોપે છે.
સુફી સંતે એના મનમાં ઘોળાતી વાત પકડી પડી અને બોલ્યા, ખુદની મુશ્કેલીઓને ભૂલીને દરેક જીવને આનંદ પહોચાડવાનો પ્રયાત્નાજ જીવન ની દરેક સિદ્ધિ અને પ્રસન્નતાનું રહસ્ય છે. જો તું સુખ અને પ્રસન્નતા પામવા માંગતો હોય તો બીજાને એજ આપવાનું શીખ. એજ તો ખરી સાધના છે.
સુખ, પ્રસન્નતા, ખુશી, આનંદ આ બધા સાપેક્ષ શબ્દો છે. આથી એનો અનુભવ પણ સપેક્ષાના સંદર્ભમાં થાય. કોઈને હરાવીને જીતવાના આનંદમાં ભવિષ્યમાં કોઈ સામે હારી જવાનો ભય પણ સમાયેલો હોય છે. આથી સુખ અને પ્રસન્નતા ની બીજા સાથે વહેચણી કરવાથી એનો વિશેષ આનંદ થાય .

glucose :-
                 - પ્રસન્નતા કોઈ ઉપર જીત મેળવીને મળે તેના કરતા કોઈને જીત અપાવીને વધુ મળે છે.
                 -સફળતા દ્વારા પ્રસન્નતા અને પ્રસન્નતા દ્વારા સફળતા મળે છે,. તે એક સિક્કાની બે બાજુ છે.

Post a Comment

 
Top