ચર્ચનો ઘંટારવ શરુ થયો. સવારના શાંત વાતાવરણમાં પડઘાતા એ અવાજથી એ બાળકને પણ રોમાંચ થઇ ગયો. આટલા બધા માણસો એકસાથે ભગવાનને પ્રાર્થના કરશે ? એ વિચાર આવતા જ એના મનમાં પણ પ્રાર્થના કરવાની તીવ્ર ઈચ્છા થઇ આવી. પણ એને પ્રાર્થના તો આવડતી નહોતી, છતાં એ ઘૂંટણીયે પડી ગયો, હાથ જોડ્યા, પછી એના એકડિયાના ધોરણમાં શિખવાડાતી એબીસીડી બોલવાનું શરુ કરી દીધું. આંખ બંધ કરીને એ જોર જોરથી ‘એ, બી, સી, ડી, ઈ, એફ, જી,એચ… ..’ એમ બોલવા લાગ્યો.
બાજુમાંથી પસાર થઇ રહેલા એક માણસને આ બાળકને જોરજોરથી એ, બી, સી, ડી બોલતો સંભાળીને નવાઈ લાગી. એણે એને પૂછ્યું કે, ‘એ છોકરા! આ શું કરે છે?’
‘ભગવાનને પ્રાર્થના કરું છું!’ આંખો ખોલીને એણે બાળસહજ નિખાલસતા સાથે જવાબ આપ્યો.
‘પણ અલ્યા તું તો એ, બી, સી, ડી બોલે છે. એવું કેમ?’
‘મને પ્રાર્થના કરતાં આવડતું નથી ને એટલે હું એબીસીડી બોલું છું. મારે જે કંઈ કહેવું છે એ કહેતા મને આવડતું નથી, પણ ભગવાન તો એ જાણે જ છે ને? હું એ એ, બી, સી, ડી બોલું છું એમાંથી એ યોગ્ય શબ્દો લઇ એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીને સમજી જશે!’ જવાબ આપી ફરીથી એ છોકરો આંખ બંધ કરી એ, બી, સી, ડી બોલવા માંડ્યો!
બાળકને પ્રશ્ન પૂછનાર એ માનસ બે ક્ષણ ઊંડા વિચારમાં પડી ગયો. એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા. ચર્ચમાં જવાનું માંડી વાળી એ પણ પેલા બાળકની બાજુમાં ઘૂંટણીયે પડી ગયો. આંખો બંધ કરી, બંને હાથ જોડીને એણે પણ એ, બી, સી, ડી બોલવાનું શરુ કરી દીધું!
Glucose :- સાચા િદલથી કરેલી પ્રાર્થના
ભગવાન સુધી આપમેળે પહોંચે છે ઼
Post a comment