સુખ
શેમાં છે અને દુઃખ
શેમાં છે એની સમજ
હોય તો જિંદગીને આપણે
જેટલી ભારેખમ સમજતા હોઈએ
છીએ એટલી હોતી નથી.
દુઃખ એક કલ્પના છે,
એને તમે જેટલું મોટું
માનશો એટલું લાગશે. હકીકતે
દુઃખ જેવડું લાગતું હોય
છે એવડું મોટું હોતું
નથી. આપણે જ તેને
ગ્લોરીફાય કરતાં રહીએ છીએ.
દુઃખને હાવી થવા દેવું
ન હોય તો એના
વિશે બહુ વિચાર ન
કરો. દુઃખને આપણે બિહામણું
બનાવી દેતા હોઈએ છીએ
અને પછી એનાથી જ
ડરતાં રહીએ છીએ. નાની
નાની વાતમાં આપણે દુઃખી
થઈ જઈએ છીએ. દુઃખમાં
એવા ઘેરાઈ જઈએ છીએ
કે સુખનો અહેસાસ જ
થતો નથી.
એક
પતિ-પત્ની હતાં. બંને
એક દિવસ એક કાર્યક્રમમાં
જતાં હતાં. બંને ખુશ
હતાં કે કાર્યક્રમ એન્જોય
કરીશું. કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
હતી. જસ્ટ ફોર ફન.
બંનેએ એક સ્પર્ધામાં ભાગ
લીધો. થયું એવું કે
બંને વિજેતા થયાં. દસઊહજાર
રૂપિયાનું રોકડ ઈનામ મળ્યું
. પતિએ અનેક કલ્પનાઓ કરી
લીધી કે આ દસહજારમાંથી
હું આમ કરીશ અને
તેમ કરીશ. કાર્યક્રમ પૂરો
થયો અને બંને ઘરે
ગયાં.
ઘરે
જઈને જોયું તો પતિનું
પાકીટ ગુમ હતું. કોઈએ
પાકીટ મારી લીધું હતું
અથવા તો ક્યાંક પડી
ગયું હતું. બહુ મહેનત
કરી તો પણ પાકીટ
મળ્યું નહીં. પતિને રાતે
ઊંઘ આવતી ન હતી.
ઇનામના દસહજાર રૂપિયા ચાલ્યા
ગયા. પત્નીએ કહ્યું કે
ભૂલી જાવ, જે થવાનું
હતું એ થઈ ગયું.
પતિની ઓછી થતી ન
હતી. તેણે કહ્યું કે
મેં તો કેટલાંયે વિચાર
કરી લીધા હતા. પત્નીએ
પછી કહ્યું કે આપણી
એ જ તકલીફ હોય
છે કે આપણે બહુ
બધા વિચાર કરી લઈએ
છીએ. હજુ ચાર કલાક
આપણી પાસે જે હતું
જ નહીં એનું દુઃખ
હવે આપણને નડે છે.
કાર્યક્રમમાં જતાં પહેલાં આપણે
ખુશ હતાં. ઈનામ મળ્યું.
ખોવાઈ ગયું અને દુઃખી
થઈ ગયાં. જે હતું
જ નહીં એનું દુઃખ
શા માટે ? એવું માનો
કે આપણે ઈનામ જીત્યા
જ નથી. પતિએ કહ્યું
કે તારી વાત તો
સાચી છે. ચલો છોડો.
ફરગેટ ઇટ. સૂવાની કોશિશ
કરતાં હતાં ત્યાં જ
મોબાઈલ રણક્યો. અજાણ્યા માણસે કહ્યું કે
તમારું પાકીટ મને મળ્યું
છે. તમારા કાર્ડ પરથી
તમને ફોન કર્યો. કાલે
તમારું પાકીટ તમને મળી
જશે. પતિએ પત્ની સામે
જોયું અને કહ્યું કે
કાશ, સુખ અને દુઃખની
તારા જેટલી સમજ મને
હોત.
તમે
વિચારો કે કઈ વાત
તમને દુઃખી કરે છે?
એ વાત તમે જેટલા
દુઃખી થાવ છો એટલા
દુઃખી થવા જેવી છે
ખરી? ના, નથી હોતી.
આપણે જ મોટી માની
લેતા હોઈએ છીએ. આપણે
બહુ ઓછી વાતને સરળતાથી
અને સહજતાથી લેતા હોઈએ છીએ.
મોટા ભાગે તો આપણે
કોઈના વર્તનને આપણા પર હાવી
થવા દઈએ છીએ. જેનાથી
છુટકારો જોઈતો હોય એનાથી
છુટકારો મળી જાય પછી
પણ આપણે વિચારોથી એને
છોડતાં નથી. આપણે બધાને
પરમેનન્ટ જ માની લઈએ
છીએ. સંબંધને પણ અને સુખને
પણ. કંઈ જ પરમેનન્ટ
નથી. ન સુખ, ન
દુઃખ, ન સંબંધ કે
ન સ્થિરતા. બધું જ બદલાતું
રહેવાનું છે. વેદના પણ
થવાની જ છે. અમુક
હદ પછી દરેક વેદના
ખંખેરવી પડતી હોય છે.
દુઃખને તમે જેટલું ઘૂંટશો
એટલી તેને ભૂંસાતા વાર
લાગશે. દોષ કોઈનો હોતો
નથી. ન તો કોઈ
વ્યક્તિનો, ન તો સમયનો
કે ન તો નસીબનો.
દોષ વિચારોનો હોય છે, દોષ
માનસિકતાનો હોય છે, દોષ
દુઃખને પંપાળ્યે રાખવાનો હોય છે. જે
છે એ છે, જે
નથી એ નથી, જે
છે એને આપણે બદલી
શકીએ એમ ન હોઈએ
ત્યારે જે છે એને
સ્વીકારી લેવામાં જ સુખ છે.
આપણે બસ હાથે કરીને
દુઃખી થવાની વૃત્તિ છોડવાની
હોય છે.
રો રો કે મૌત
માંગનેવાલોં કો જીના નહીં
આ સકા તો મરના
ક્યા આયે?
-ફિરાખ ગોરખપુરી
Post a Comment