0


એક  સોફ્ટવેર એન્જીનીયર હતો, એક દિવસ તે તળાવના કાંઠે બેસીને લેપટોપ માં પોતાનું કામ કરતો હતો. એટલામાં કોઈ કારણ સર તેનું લેપટોપ તળાવમાં પડી ગયું. એન્જીનીયર વિચારવા લાગ્યો કે હવે શું કરવું? એટલામાંજ તેને કઠિયારાની વાત યાદ આવી, જે બાળપણ માં તેના દાદા તેને કહેતા હતા. તેને વિચાર્યું કે પ્રયત્ન કરવામાં શું વાંધો છે?
તેને તળાવની દેવી ને પ્રાર્થના કરી કે મહેરબાની કરીને તેઓ મદદ કરે અને પાણી માં પડી ગયેલું લેપટોપ પાછું મેળવી આપે.
પ્રાર્થનાથી પ્રસન્ન થઇ તળાવની દેવી પ્રગટ થાય છે, અને એન્જીનીયરને તેની મુશ્કેલી વિષે પૂછે છે!
બોલ દીકરા શું તકલીફ છે? : દેવી બોલ્યા,
એન્જીનીયર: હું અહી બેસીને મારું કામ કરતો હતો અને ભૂલથી મારું લેપટોપ તળાવમાં પડી ગયું છે, શું તમે મને તે બહાર લાવી આપવામાં મદદ કરશો?
દેવી; કેમ નહિ દીકરા હું જરૂર મદદ કરીશ, એટલું કહીને દેવી  તળાવમાં   જાય છે અને થોડી વારે બહાર આવે છે , તેમના હાથમાં એક નાનું બોક્સ હોય છે તે એન્જીનીયર ને પૂછે છે કે આ છે તારું લેપટોપ?
એન્જીનીયર: ના આ મારું લેપટોપ નથી.
દેવી ફરીથી પાણીમાં જાય છે અને બહાર આવેછે ત્યારે તેના  હાથમાં પહેલા કરતા થોડું મોટું બોક્સ હોય  છે , તે પૂછે છે આ છે તારું લેપટોપ?
એન્જીનીયર: ના આ પણ મારું લેપટોપ નથી.
દેવી ફરીથી પાણીમાં જાય છે અને બહાર આવે છે ત્યારે તેના  હાથમાં એન્જીનીયર નું મૂળ લેપટોપ હોય છે અને , તે પૂછે છે આ છે તારું લેપટોપ?
એન્જીનીયર: હા મારું લેપટોપ છે.
એ લેપટોપ એન્જીનીયર નેવ આપી દેવી તળાવમાં જવાની તૈયારી કરે છે ત્યારે એન્જીનીયર તેઓને રોકે છે અને પ્રશ્ન પૂછે છે કે ભૂતકાળ માં જયારે કઠિયારા     ની કુહાડી તળાવમાં પડી ગઈ હતી ત્યારે તો તમે તેને પહેલા સોનાની અને પછી ચાંદીની કુહાડી બતાવી હતી અને ત્યાર બાદ તેની મૂળ કુહાડી બતાવી હતી તો મારી સાથે આવો ભેદભાવ કેમ?
મને કેમ પહેલા નાના નાના બોક્ષ બતાવ્યા?
દીકરા : દેવી બોલ્યા, તને જે બોક્સ બતાવ્યા તે માત્ર બોક્સ ના હતા પરંતુ પહેલા બતાવ્યું તે હાલનું સૌથી લેટેસ્ટ મોડેલનું આઈપેડ હતું અને ત્યાર બાદ તેનાથી મોટું બતાવ્યું તે પામટોપ હતું,  પરંતુ તને તેનું જ્ઞાન ન હતું એટલે તું ઓળખી ના શક્યો,  એટલું કહીને દેવી પાણી માં ચાલ્યા  જાય છે અને એન્જીનીયર વિલે મોઢે ઘર તરફ જવા રવાના થાય છે.

Glucose:-
                              માત્ર જ્ઞાન હોવું જરૂરી નથી પરંતુ સમય પ્રમાણે તેમાં વધારો કરવો, નવું જ્ઞાન મેળવવું  પણ ખુબજ જરૂરી છે.

Post a Comment

 
Top