0


                                            ગુરુત્વાકર્ષણના સિધ્ધાંત શોધક આઈઝેક ન્યુટન નું બાળપણ ખુબજ ગરીબીમાં વીત્યું. ભણવામાંય એ સાવ સામાન્ય. ક્લાસના ખુબ હોશિયાર પણ તોફાની છોકરા સાથે ન્યુટન ને તકરાર થઇ. બધા પર રોફ કરતા આ છોકરાની ન્યુટને બરાબર પીટાઈ કરી. બીજા વિદ્યાર્થીઓ તો ખુશ થઈને ન્યુટન ને શાબાશી આપવા લાગ્યા. જો કે ન્યુટનના મનમાં એ વખતે વિચાર ઝબકયો કે શરીરની તાકાતમાં તો મેં એ છોકરાને હરાવ્યો, હવે બુદ્ધિની તાકાતમાં એને હરવું ત્યારે ખરો. આ ઘટના પછી ન્યુટન ના જીવનમાં વળાંક આવ્યો. ખુબ મહેનત કરવાનું શરુ કર્યું. નવું નવું શીખવાની અને કરવાની ધગશ ખીલવી.જાતે દિવસે એ મોટી વસ્તુઓના નાના નમુના બનાવવા લાગ્યો. એમના ઘર પાસે મોટી પવનચક્કી મારફતે લોટ દળવાની ઘંટી ચાલતી જોઈ. એના પરથી મને નાનકડી પવનચક્કી બનાવી નાખી. એનાપંખાપર એ ઉંદરને મૂકી દેતો અને ઉંદરના ચલાવના ભારથી ચક્કર ઘુમવા લાગ્યું. પાણીથી ચાલનારી ઘડિયાળ પણ એમણે આજ રીતે બનાવેલી, એ પછી સૂર્યઘડી પણ બનાવી. મકરસંક્રાંતિ પર પતંગની દોરી સાથે કાગળનું ફાનસ આજે આપણે ઉડાડીએ છીએ એનો પહેલો વહેલો પ્રયોગ ન્યુટને કરેલો. જીવનમાં આવેલા એ પરિવર્તનને કારણે નવું જાણવાની, જોવાની અને જ્ઞાન પ્રાપ્ત કરવાની એમની તાલાવેલી વધતીજ રહી અને નાનપણના એ સંસ્કારબીજ આગળ જતા ખુબજ ફૂલ્યા ફાલ્યા અને મહાન વિજ્ઞાની તરીકે એ પંકાયા. જગવિખ્યાત વિજ્ઞાની બન્યા છતાંય એમનામાં નમ્રતા ભારોભાર હતી. અનેક મોટી શોધના શોધક બન્યા છતાં એતો એમાજ કહેતો કે, હું તો હજી સાગરકાંઠે છીપલાં વીણતો અબુધ બાળક જ છું !
 glucose :-
                           દરેકના જીવનમાં પરિવર્તનની કોઈ ને કોઈ પળ તો આવતીજ હોય છે. આ પળે જે જાગી જાય છે. અને કોઈ ચોક્કસ દિશા પકડી લે છે તો એમના વિકાસને કોઈ રોકી શકતું નથી.


Post a Comment

 
Top