0


એક માણસ તેના દિકરા સાથે જંગલમાં ચાલી રહ્યો હતો.અચાનક છોકરો એક જગાએ પડી ગયો અને તેના મોઢામાંથી વેદનાભરી ચીસ નિકળી ગઈ " આહ...."
તેના આશ્ચર્ય સાથે તેણે સામેના પહાડ પરથી સામી તેના જેવી ચીસ સાંભળી. " આહ.... "
ઉત્સુકતાપૂર્વક તેણે ફરી મોટેથી બૂમ પાડી "તમે કોણ છો?"


પણ તેને સામો જવાબ મળ્યો "તમે કોણ છો?"
એને સાંભલી ગુસ્સો આવ્યો.તેણે મોટેથી કહ્યું "તમે કાયર છો!"

અને ફરી સામા અવાજે તેના કહ્યાનું પુનરાવર્તન કર્યું "તમે કાયર છો!"


હવે તે મૂંઝાયો અને તેણે પિતા સામે જોઈ પૂછ્યું "પપ્પા, શું ચાલી રહ્યું છે?"
માણસે પુત્રને જવાબ આપ્યો "બેટા,ધ્યાન આપ! કંઈક સારૂં બોલ."


છોકરાએ મોટેથી સાદ પાડી કહ્યું "તમે ખૂબ સારા છો!"
સામા અવાજે પણ મોટેથી કહ્યું "તમે ખૂબ સારા છો!"

માણસે પણ હવે પુત્રની રમતમાં જોડાઈ મોટેથી હાક મારી "તમે અદભૂત છો!"


સામેથી અવાજ આવ્યો "તમે અદભૂત છો!"
હવે માણસે પુત્રને પ્રેમથી સમજાવતા કહ્યું "બેટા,આને લોકો 'પડઘો' કહે છે.પણ ખરું જોતા જીવન જેવો છે! જીવન તમને પાછું આપે છે જે તમે આપો છો. જીવન તમારા કર્મોના અરીસા જેવું છે. જો તમે વધુ પ્રેમ આપશો તો વધુ પ્રેમ પામશો. જો તમને વધારે ઉદારતા જોઈતી હોય તો તમે વધારે ઉદારતા આપો. જો તમને સમજણ અને આદરની અપેક્ષા હોય તો સમજણ અને આદર આપો. જો તમે ઇચ્છતા હોવ કે લોકો તમારી સાથે ધીરજ રાખી અને માનપૂર્વક વર્તે તો ધૈર્ય દાખવો અને માન આપો. કુદરતનો નિયમ જીવનના દરેક ખૂણે, દરેક તબક્કે લાગુ પડે છે. જીવન હંમેશા તમને પાછું આપે છે જે તમે આપ્યું હોય. તમારૂં જીવન કોઈ એક સંયોગ નથી પણ તમારા કર્મોનું દર્પણ છે."


સ્વર્ગ અને નરક બીજે ક્યાંય નહિ પણ અહિ પૃથ્વી પર છે. હકીકત સમજી લો.

Post a Comment

 
Top