0
પ્રસંગ થોડા વર્ષો અગાઉ કર્ણાટકમાં બનેલી સત્યઘટના છે જે સુશ્રી સુધા મૂર્તિના પુસ્તક 'વાઈસ એન્ડ અધરવાઈસ'ના પહેલા પ્રકરણમાં સમાવવામાં આવ્યો છે. વાર્તાનો હીરો હનુમાનથપ્પા કર્ણાટક સ્કૂલ બોર્ડ પરીક્ષામાં આઠમા ક્રમે આવ્યો હતો. એક કુલીના પાંચ સંતાનો પૈકી તે સૌથી મોટો હતો. તેના પિતાની દૈનિક આવક માત્ર રૂપિયા ચાલીસ હતી. ઇન્ફોસીસ ફાઉન્ડેશન ચલાવનાર સુધાજીએ તેના ઉચ્ચ અભ્યાસનો ખર્ચ ઉપાડવાની તૈયારી દર્શાવી. પણ તેણે કહ્યું,"મારે બેલ્લારીમાં આવેલી શિક્ષકોની પ્રશિક્ષણ સંસ્થામાં શિક્ષક બનવાની તાલીમ લેવી છે."

સુધાજીએ તેને મહિનાના ૧૮૦૦ રૂપિયા લેખે શિષ્યવૃત્તિ આપી અને ભવિષ્યમાં પણ સહાય આપવાનું વચન આપ્યું. મહિના બાદ તેમણે ફરી તેને રૂપિયા ૧૮૦૦નો ડ્રાફ્ટ મોકલાવ્યો. તેણે મળ્યાની જાણ ચિઠ્ઠી લખી કરી જે વાંચીને સુધાજીને ખુબ નવાઈ લાગી. તેમણે જ્યારે ચિઠ્ઠી ધરાવતું પરબિડીયું ખોલ્યું ત્યારે તેમાં થોડા રૂપિયા અને એક ચિઠ્ઠી હતાં. ચિઠ્ઠીમાં પ્રમાણે લખ્યું હતું :

 "મેડમ, મને આગામી મહિના માટે ખર્ચ પેઠે ૧૮૦૦ રૂપિયાની રકમ મોકલી આપવાની તમારી ઉદારતા બદલ તમને વંદન.પણ હું પાછલા બે મહિનાથી બેલ્લારીમાં નથી.કોલેજ એક મહિનો વેકેશનને કારણે અને ત્યાર બાદ એક મહિનો હડતાળને લીધે બંધ હતી. આથી બે મહિના માટે હું ઘરે હતો.મારો બે મહિના દરમ્યાન થયેલો ખર્ચ છસ્સો રૂપિયા કરતા ઓછો હતો. આથી બે મહિના દરમ્યાન ખર્ચ કરેલી રકમના પૈસા પરત મોકલી રહ્યો છું, તેનો સાભાર સ્વીકાર કરશો."
Glucose :


પ્રમાણિકતા અને અખંડિતતા બે એવા મંત્રો છે જે અપનાવીએ તો તે માત્ર તમારી નહિ પણ તમારા નિકટજનોની  જિંદગી પણ સુધારે છે અને સૌના મોં પર સ્મિત લાવે છે.

Post a Comment

 
Top