0
કેટલીક વાર આપણને વિચાર આવે છે  'મેં એવું તે શું કર્યું  કે મારે દિવસ જોવાનો વારો આવ્યો?' અથવા 'ભગવાને મારી સાથે આવું શા માટે કર્યું હશે?'

આવો પ્રશ્ન તમારા મનમાં ઉઠતો હોય તો વાંચો.

એક દિકરી પોતાની માને પૂછી રહી હતી કે તેની સાથે બધું અવળું શા માટે થઈ રહ્યું છે? તે ગણિતમાં નાપાસ થઈ, તેના પ્રિય મિત્રે તેની સાથે મિત્રતા તોડી નાંખી અને તે જીવનમાંથી રસ ગુમાવી રહી છે.

સમયે તેની માતા કેક બનાવી રહી હતી.

તેણે પોતાની દિકરી સામે સ્નેહપૂર્વક જોયું અને તેને પૂછ્યું શું તે કેક ખાશે?

દિકરીએ કહ્યું 'ચોક્કસ મા...તારા હાથની બનાવેલી કેક તો મને ખૂબ ભાવે છે.'

તેની માતાએ તેને કહ્યું,' એમ? તો લે રાંધવાનું તેલ લે.'

દિકરી મોં ચડાવતા બોલી,'યક!'

માતાએ કહ્યું' થોડા કાચા ઇંડા લે...'

દિકરી બોલી,'છી!'

મા કહે,'તો પછી દિકરી તને થોડો લોટ આપું કે ખાવાનો સોડા?'

દિકરી બોલી,'મા તને થયું છે શું? બધી વસ્તુઓ મને દિઠ્ઠીયે ગમતી નથી!'

માતા બોલી,'દિકરી બધી વસ્તુઓ તને ખરાબ લાગે છે જ્યારે તું તેમને જુદી જુદી તેમના મૂળ સ્વરૂપે જુએ છે. પણ જો બધી યોગ્ય પ્રમાણમાં એકબીજા સાથે ભેળવવામાં આવે ત્યારે તેમાંથી સ્વાદિષ્ટ મીઠ્ઠી કેક બને છે!

ઇશ્વર પણ રીતે કામ કરે છે.ઘણી વાર આપણને એવો વિચાર આવે છે કે શા માટે તે આપણને આટલા કપરા કાળમાંથી પસાર થવાની ફરજ પાડતો હશે? પણ તે સારી રીતે જાણે છે કે જ્યારે બધી કપરી ક્ષણોનો સરવાળો થશે ત્યારે તેમાંથી એક સુંદર ભાત રચાઈ જીવનમાં સુંદર સુખની ક્ષણો સર્જાશે. બસ આપણે તેનામાં શ્રદ્ધા રાખવાની છે અને તે સઘળું સારૂં કરશે!’

ઇશ્વર તમારા પ્રત્યે અપાર મમતા ધરાવે છે.તે દરેક વસંતે તમને સુંદર પુષ્પોની ભેટ આપે છે.તે રોજ તમને સોનેરી સવારની ભેટ ધરે છે.જ્યારે તમારે કંઈક કહેવું હશે ત્યારે તે સાંભળવા તૈયાર હોય છે.તે બ્રહ્માંડમાં ગમે ત્યાં રહી શકે છે પણ છતાં તેને તમારા હ્રદયમાં વાસ કરવો વિશેષ પસંદ છે.

તમને વાત ગમી હોય તો તેને તમારા સ્નેહીજનો-મિત્રો સાથે વહેંચશો.
Glucose :-
              જીવન આપણને જેની કામના હોય તેવી પાર્ટી પણ હોય છતાં આપણે અહિ છીએ તો આપણે થોડું નાચી લેવું જોઇએ!

Post a Comment

 
Top