આ સાંભળી પેલી ઘરડી બિલાડી ખડખડાટ હસી પડી. ઊભી થતાં એ બોલી : ‘બેટા! મને પણ પહેલાં એવું જ હતું કે સુખ મારી પૂંછડીમાં જ સમાયેલું છે. એટલે હું પણ એની પાછળ પાછળ ખૂબ જ દોડતી. એટલું બધું દોડવા છતાં પૂંછડી તો મારા મોંમાં ક્યારેય આવતી જ નહીં. પણ હવે અનુભવે મને સમજાયું છે કે એમ દોડવું બિલકુલ નિરર્થક છે. એટલે મેં પૂંછડી પાછળ દોડવાનું બંધ કરી દીધું. પણ એ પછી હવે હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં પૂંછડી જ મારી પાછળ પાછળ આવે છે!!’ એટલું કહી એણે ચાલવાનું શરુ કર્યું. બિલાડીના બચ્ચાએ જોયું તો સાચ્ચે જ પૂંછડી એની પાછળ પાછળ જ જતી હતી!!
Glucose :-
આપણા સૌના સુખનું પણ બિલાડીની પૂંછડી જેવું જ છે. એની પાછળ દોડાદોડી કરીએ ત્યાં સુધી દોડાવ્યા જ કરે અને જેવા એને અવગણીને ચાલવા લાગીએ કે તરત જ પૂંછડીની માફક આપણી પાછળ પાછળ ચાલવા લાગે છે!
Post a Comment