0


૨૨મી માર્ચ ૨૦૦૮. અમેરિકાનું ફિલાડેલ્ફીયા શહેર. વ્હાર્ટન ઇન્ડિયન ઇકોનોમિક ફોરમ નો એક સમારંભ. એમાં ઉપસ્થિત મહાન વિજ્ઞાની અને આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામને કોઈએ પૂછ્યું :
" તમારા અનુભવના આધારે તમે કોઈ એવું દ્રષ્ટાંત આપશો કે નિષ્ફળતા મળે ત્યારે લીડરે કેવી રીતે વર્તવું જોઈએ?"
ડૉ. કલામનો જવાબ એમનાજ શબ્દોમાં:
ભારતના સેટેલાઈટ  લોન્ચ વ્હીકલ (SLV-3) પ્રોગ્રામનો હું નો પ્રોજેક્ટ ડાયરેક્ટર બન્યો.૧૯૮૦ સુધીમાં રોહિણી ઉપગ્રહને અંતરીક્ષમાં તરતો મુકવાના ધ્યેયમાં અમે હજારો લોકો સંકળાયેલા હતા.
ઓગસ્ટ ૧૯૭૯મ અમારી તૈયારી થઇ ગઈ હતી. ઉપગ્રહ છોડવા અમે કંટ્રોલ મથકમાં ભેગા થયા. ઉપગ્રહ છોડવાની ચાર મિનીટ પહેલા ક્મ્પ્યુટરે ગણતરી શરુ કરી. પણ એકજ મીનીટમાં કોઈ જગ્યાએ ગરબડ હોવાનો ક્મ્પ્યુટરે  સંકેત આપ્યો. જોકે નિષ્ણાંતોની મેન્યુઅલ ગણતરી પ્રમાણે બધું બરાબર હતું. આથી રોકેટ છોડ્યું. પરંતુ બહુ જલ્દી ઉપગ્રહ અંતરીક્ષમાં જવાને બદલે રોકેટ સહીત બંગાળના ઉપસાગરમાં જઈ પડ્યા. ભારે નિષ્ફળતા મળી.
 એજ સમયે ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશનના ચેરમેન પ્રો. સતીષ ધવને  એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. ઇસરોની સેટેલાઈટ લોન્ચ રેંજ શ્રીહરિકોટા ખાતે દુનિયાભરના પત્રકારો હાજર હતા. સંસ્થાના લીડર પ્રો. ધવને જાતે પ્રેસ કોન્ફરન્સ સાંભળી અને નિષ્ફળતા માટે એમને જવાબદારી લીધી. એમણે કહ્યું કે વિજ્ઞાનીઓની ટીમે બહુ મહેનત કરી હતી, પરંતુ હજુ વધારે ટેકનીકલ સપોર્ટની જરૂર હતી. આમ જુઓ તો હું પ્રોજેક્ટ ડાયરેક્ટર હતો, નિષ્ફળતા મ હતી, છતાં સંસ્થાના ચેરમેન તરીકે એમણે જવાબદારી સ્વીકારી.
જુલાઈ, ૧૯૮૨ માં અમે ફરી પ્રયત્ન કર્યો. ઉપગ્રહ તરતો મુકવામાં અમને સફળતા મળી. આખા દેશમાં ખુશીનું મોજું છવાઈ ગયું હતું. પ્રો. ધવને મને એક બાજુ બોલાવીને કહ્યું: આજની આ પ્રેસ કોન્ફરન્સ તમે સંભાળો."
એ દિવસે મને ખુબ જ અગત્યનો બોધપાઠ શીખવા મળ્યો.નિષ્ફળતા મળી ત્યારે સંસ્થાના લીડરે એની જવાબદારી પોતાના માથે લીધી. સફળતા મળી ત્યારે એનો યશ એમણે ટીમને આપ્યો. મેનેજમેન્ટનો આ શ્રેષ્ઠ બોધપાઠ મને કોઈ પુસ્તક વાંચીને નહિ, પરંતુ આ અનુભવમાંથી શીખવા મળ્યો છે...

Glucose :-
                           તમે તમારી જવાબદારી સ્વીકારો , તેનાથી ભાગો નહિં.પછી તે નિષ્ફળતાની ભલે હોય.

Post a Comment

 
Top