ક્યારેક પરીક્ષામાં માર્ક ઓછા આવે કે પછી ઓફીસમાં પ્રમોશન ના
મળે તો ઘણા લોકોને એવું લાગે જાણે કે એની દુનિયા ખતમ થઈ ગઈ હોય.
અહીં દર્શાવેલા વ્યક્તિઓના જીવન વિશે વાંચશો તો ખ્યાલ આવશે
કે મોટામાં મોટી હાર પણ સફળતા સુધી પહોંચાડવામાં મહત્વની સાબિત થાય છે.
જેમ બસ કે ટ્રેનમાં સફર કરતા હોય ત્યારે વચ્ચે વચ્ચે ઘણાં
સ્ટેશનો આવતા હોય છે.તેમ આપણી જિંદગીની સફરમાં ઘણા સ્ટેશનો આવે છે.પણ ક્યા સ્ટેશને
આપણે જવું છે તે આપણે નક્કી કરવાનું છે.એ નિર્ણય આપણને સફળતાના શિખરો સર કરાવી શકે
છે.
અહીં મુકવામાં આવેલ વિશ્વની સફળ વ્યક્તિઓને જોશો તો માલુમ
પડશે કે એ વ્યક્તિઓ તમારાથી પણ વધુ સ્ટ્રગલ(સંધર્ષ) કરતા હતાં.તેના જીવનમાં ઘણી
એવી ઘટનાઓ બની કે તેને વેર વિખેર કરી દિધા પણ તેમણે ક્યારેય હાર ન માની....અને અંતે
તેઓ લડતા લડતા સફળતા હાંસિલ કરી શક્યા.
આલ્બર્ટ આઈનસ્ટાઈન
4 વર્ષની ઉંમર સુધી તેઓ બોલતા નહોતા શિખી શક્યા અને 7 વર્ષની
ઉંમર સુધી તો વાંચતા પણ નહોતું આવડ્યું.તેના શિક્ષકોએ તેને “Slow” અને માનસિક રીતે “કમજોર” કહ્યા હતાં.
પણ આઈનસ્ટાઈનની વિચારવાની પધ્ધ્તી જ અલગ હતી.તેમણે બાદમાં NOBEL PRIZE જીત્યો અને આખી દુનિયામાં એક Genius તરીકેની ઓળખ ઊભી કરી
J.K.Rowling
તમે Harry portter નું નામ તો સાંભળ્યું જ હશે.વિશ્વ
પ્રસિધ્ધ આ નોવેલની લેખિકા J.K.Rowling નું જીવન પણ સંઘર્ષોમાં વીતી રહ્યુંહતું.
તેના divorce થઈ ચુક્યા હતાં. તે બેરોજગાર
હતી,તેની દિકરી ગવર્મેન્ટની શિષ્યવૃતિ સહાયતા પર ભણી રહી હતી.આત્મહત્યા કરવાનું
વિચારી લીધેલ.પણ અંતે તેણે બસ કંઈક લખવાનું વિચાર્યું.તેણે હૈરી પૉટર લખી,પણ તેને છાપવા
માટે કોઈ તૈયાર થયું નહીં,તેણે હાર માન્યા વગર પ્રયત્નો ચાલું રાખ્યા અંતે એક
પ્રકાશકે છાપ્યું.અને.....તે દુનિયાભરમાં મશહુર બની ગઈ.તે લેખન ક્ષેત્રમાં દુનિયાની
પહેલી બિલિયોનર વ્યક્તિ બની.
સ્ટીવ જોબ્સ
સ્ટીવ જોબ્સે 19 વર્ષની ઉંમરે
કોલેજ છોડી દીધી. કારણ કે તેઓ કોલેજની ફી ભરી શકે તેવી હાલતમાં નહોતા અને તે જ
ઉંમરમાં તેમણે વિશ્વની સૌથી મોટી કંપનીઓમાંની એક ઍપલની શરૂઆત પોતાના ગેરેજમાં કરી.
30 વર્ષની ઉંમરે તેની પોતાની જ બનાવેલી કંપનીની નોકરી
માંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. પછી નવી કંપની Pixar, હવે જે વિશ્વના સૌથી સફળ એનિમેશન
કંપની છે તેનો પાયો નાખ્યો. પ્રથમ કમ્પ્યુટર એનિમેટેડ ફિલ્મ ટોય સ્ટોરી બનાવી. અને
પછી ઍપલના એક સીઇઓ તરીકે પાછા ફર્યા.
થોમસ આલ્વા એડીશન
થોમસ એડિસનની માતાને તેમના શિક્ષકોએ જણાવ્યું હતું
કે, તેઓ ખૂબ જ મૂર્ખ છે.
તેમની પહેલાં 21 વૈજ્ઞાનિક નહોતા
કરી શક્યા તે એડીસને બલ્બ ચાલુ કરી ને બતાવી દિધું.
Post a Comment