0
                                                                                                        Tr. Haresh padaliya

                             મોટાભાગના માણસો જીવનને એક મહાયુધ્ધ માને છે,પણ એવું નથી.એ તો માત્ર એકગેમ (ખેલ)છે.પરંતું એ એક એવી ગેમ છે,જો કુદરતના નિયમોનું જ્ઞાન ન હોય તો,તેને સફળપણે રમી ન શકાય.જેમ વિજળી મનુષ્યની ઉપયોગી બને તે પહેલા વીજળીનો નિયમ જાણવો જોઇએ.અજ્ઞાનપણે તેનો ઉપયોગ કરીએ તો તે જીવલેણ કે નુકસાનકારક સાબિત થાય.
વાવોતેવુંલણો : કબીરજી એ કહ્યું છે ને કે,


“बोया पेड बबुल का आम कहा से होत ।”

                              આપણે જે વાવીએ છીએ તે જ મેળવીએ છીએ.અહીં આપણે આપણા મનરૂપી જમીનમાં જે વાવેતર કર્યું છે અને હવે પછી જે વાવેતર કરવાના છીએ તેની વાત કરવાની છે.માણસ તેના શબ્દો કે વિચારો દ્વારા જે બહાર વહાવે છે તે જ તેના તરફ બુમરેંગની જેમ પાછું ફરે છે.તમે કોઈ ને ધિક્કારશો તો તમે ધિક્કાર પામશો,પ્રેમ આપશો તો પ્રેમ પામશો,ટીકા કરશો તો ટીકા જ પામશો.
હકારાત્મક કલ્પના : જિંદગીની રમતમાં કલ્પનાશકિતનું ઘણું જ મહત્વ છે.માણસ જેવી કલ્પના કરે તે વહેલે કે મોડે બાહ્ય આકાર ધારણ કરે જ છે.કોઈ માણસને અમુક પ્રકારના રોગનો ભય હોય અને તે સતત ભયને કારણે એવી જ કલ્પના કરે છે તો તે રોગનો ભોગ બને છે. માટે આપણે વિકૃત કે નકારાત્મક કલ્પનાઓ ન કરવી જોઈએ.જો આપણે હકારાત્મક કલ્પનાઓ કેળવવી હોય તેમજ આરોગ્ય,મૈત્રી,પ્રેમ,ઊંચા આદર્શની કલ્પનાઓ સફળપણે કરતાં શીખવું પડે,તે માટે આપણે આપણા મનની પ્રક્રિયા સમજવી જોઈએ. મનનાં મુખ્ય બે પ્રકાર છે. જાગ્રત મન અને અર્ધજાગ્રત મન. મન આપણા શરીરમાં રહેલી શકિતનું એક અદ્રશ્ય કેન્દ્ર છે.


જાગ્રત મન : જાગ્રત મનને બાહ્ય મન કહી શકાય, જેની પાસે શક્તિ મર્યાદિત છે. તે માત્ર જાગ્રત અવસ્થામાં જ કામ કરે છે, તેની પાસે સમજણ અને બુધ્ધિ શક્તિ રહેલી છે.તેની પાસે દરેક પ્રકારના નિર્ણય લેવાની શક્તિ છે.

અર્ધજાગ્રત મન : અર્ધજાગ્રત મનને આંતર મન કહી શકાય,તે વીજળી જેવી શક્તિ ધરાવે છે.આ શક્તિ અમર્યાદિત છે,તે ચોવીસ કલાક કામ કરે છે.આપણા શરીર અંદરની દરેક ક્રિયાઓ પર તે નિયંત્રણ ધરાવે છે.

                           માણસ જે કાંઈ બહુ તીવ્રતાથી અનુભવે કે જેની બહુ ચોકસાઈથી કલ્પના (વિઝયુલાઈઝ)કરે તેની પુરી વિગતો અર્ધજાગ્રત મન પર અંકાઈ જાય છે. કારણકે,તે માત્ર કલ્પના(વિઝયુલાઈઝ) કે મનોચિત્રણની જ ભાષા સમજે છે.પણ હા એ યાદ રાખવું જોઈએ કે કલ્પનાની સાથે ભાવ કે લાગણી અને તીવ્ર ઈચ્છા હોવી જોઈએ.,તો જ તેની અસરકારકતા રહેશે નહિં તો એ માત્ર દિવાસ્વપ્ન જ બની રહેશે.
  હવે આપણને પ્ર્શ્ન થાય કે આ અર્ધજાગ્રત મનનો ઉપયોગ કેવી રીતે કરવો ? જાગ્રત મન પાસે વિચારવાની શક્તિ હોય છે,કોઈપણ બાબતનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકે જ્યારે પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વ્રારા જે કાંઈ અર્ધજાગ્રત મન સુધી પહોંચે છે તેમાં તે કોઈ ભેદભાવ રાખ્યા વગર જ તેનો તે સ્વીકાર કરે છે.એટલે કે આપણે જે કાંઈ અર્ધજાગ્રત મન સુધી પહોંચાડીએ તે તેને વાસ્તવિક બનાવવા કામે લાગી જાય છે.પછી તે સારું હોય કે નરસું તે દરેક બાબતનો સ્વીકાર કરે છે.માટે આપણે એ ધ્યાન રાખવું પડે કે માત્ર તેના સુધી હકારાત્મક (positive) બાબતો જ પહોંચે. કમ્પ્યુટરનો એક સિધ્ધાંત છે ગીગો સિધ્ધાંત. (GIGO = Garbage in, Garbage out) જે આપણા માટે પણ એટલો જ સાચો છે. 


ખોટું નાખશો , ખોટું બહાર આવશે.
(Wrong in , wrong out)
સાચું નાખશો , સાચું બહાર આવશે.
(positivity in , positivity out)
સારું નાખશો , સારું બહાર આવશે.
(Good in , good out)

હકારાત્મક શબ્દોની શક્તિ :

“ જો તમે એમ વિચારતા હો કે એ તમે કરી શકો અને તમે એમ વિચારતા હો કે એ તમે નહીં કરી શકો , તો તમે બન્ને બાજુ ઠીક છો.”
“If you think you can or if you think you can’t, you are right.”
                                                                       
Henry Ford  

                            માણસ ઘણીવાર ખોટા ,નિરર્થક શબ્દો વડે પોતાના જીવનનો આ ખેલ ભયંકર બનાવી મૂકે છે.જે માણસ શબ્દની શક્તિને ઓળખે છે,તે વાતચીતમાં હંમેશા સાવધ રહે છે. પોતાના ઉચ્ચારેલા શબ્દો વડે માણસ સતત પોતાને માટેના જ નિયમો બનાવતો રહે છે.  
                          એક સ્ત્રી પાસે પુષ્કળ પૈસા હતા.સુંદર વસ્તુંઓથી ઘર સજાવેલું હતું પણ ઘરની સાર સંભાળ અને વ્યવસ્થિત કરવામાં તે એટલી બધી થાકી જતી કે ઘણીવાર કહ્યા કરતી; “ મને આ બધી ચીજોનો થાક લાગે છે,કંટાળો આવે છે, ને એમ થાય છે કે,આના કરતાં નાના મકાનમાં રહેતી હોત તો સારું થાત.” તેના શબ્દો બુમરેંગની જેમ પાછા ફર્યા.તેને ખરેખર નાના મકાનમાં રહેવાનું આવ્યું.  

                           દરેક માણસની જિંદગીના માર્ગ પર હંમેશા વિપુલતા-ભરપુરતા રહી હોય છે,પણ તે ઈચ્છા,શ્રધ્ધા અને ઉચ્ચારીત શબ્દો વડે જ આવિર્ભાવ પામે છે. પણ પ્રથમ પગલું આપણે જ ભરવું પડે. ઘણીવાર આપણી બુધ્ધિ હકારાત્મક શબ્દોને કે વિચારોને ન સ્વીકારે છતાં પણ આપણે હંમેશા હકારાત્મક વિચારો અને શબ્દોનો પ્રયોગ કરતાં રહેવું જોઈએ. એક માણસ હંમેશા કહેતો; “ હું બસસ્ટોપ પર પહોંચું કે હંમેશા બસ ઉપડી જ ગઈ હોય છે.” આ માણસે પોતાના શબ્દો વડે પોતાનો નિયમ બનાવી લીધો છે. માટે હંમેશા તેઓ બસ સ્ટોપ પર પહોંચે ને બસ ઉપડી ગઈ હોય છે.જયારે બીજો એક માણસ એમ કહેતો; “ મેં કોઈ દિવસ બસ ગુમાવી નથી. હું જેવો બસ સ્ટોપ પર પહોચું કે બસ આવી જ હોય છે.” આ વ્યક્તિ એ પણ પોતાના માટે નો નિયમ બનાવી લીધો છે,માટે તેણે બસ ગુમાવવાનો સમય નહિં આવ્યો હોય.
માણસે પોતાના શબ્દો ત્રણ હેતુ માટે વાપરવા જોઈએ.

(1) સાજા થવા માટે (2) આશિર્વાદ આપવા માટે (3) સમૃધ્ધ થવા માટે .

સફળતાના અવરોધ :

                        શંકા,ભય,ઈર્ષ્યા,નફરત,ચિંતા આ બધા માણસની સફળતા અને ઈચ્છાઓના દુશ્મનો છે.માણસ અને તેની સફળતા તથા મનમાં રહેલી ઈચ્છાઓ વચ્ચે તે બધા અવરોધક છે.માણસ કોઈપણ કામ “ થશે કે નહિં ?” એવી ચિંતા વગર ઈચ્છા કરે તો તેની દરેક ઈચ્છા અને કામ તત્કાળ પૂરા થશે.અભાવનો ભય,નિષ્ફળતાનો ભય,સલામતીનો ભય આવા કેટલાય ભયને જો આપણે આપણા મનમાં સ્થાન આપીએ ,તો તે આપણી શુભ ઈચ્છાઓ કે દરેક કાર્યમાં તે અવરોધક બનશે જ, માટે આપણે ભયને સ્થાને શ્રધ્ધા કે વિશ્વાસનું સ્થાપન કરવું જોઈએ.
એક સફળ માણસે પોતાના રૂમમાં મોટા અક્ષરે લખી રાખ્યું હતું “ચિંતા શા માટે કરવી ? કદાચ એવું કયારેય નહીં બને.” સતત આ વાંચતા રહીને તેણે પોતાના મનમાંથી ભયને કાયમી માટે દૂર કરી નાખ્યો.
કોઈપણ કાર્ય શરૂ કરતાં કે શરૂ કરી દિધા બાદ જો માત્ર ટાંકણીની અણી જેટલી પણ શંકા કરવામાં આવે તો તે નિષ્ફળતાની શરૂઆત છે.માટે મનમાં કોઈપણ જાતની શંકા વિના કાર્ય કે ઈચ્છા કરવી જોઈએ.ઈર્ષ્યા, ધિક્કાર,ભય,અને ક્ષમાનો અભાવ વિવિધ રોગ જન્માવે છે.માટે જો આ બધા શત્રુઓનો નાશ કરવો હોય તો પ્રેમ અને શુભેચ્છા વહાવો.તે અંદરના અને બહારના શત્રુઓનો નાશ કરે છે.કારણ કે,જેવું અંદર હોય તેવું બહાર હોય છે.


                 “તમારા દુશ્મનનું ભલું ઈચ્છો અને એમ કરીને એનાં શસ્ત્રો છીનવી લો.”

માન્યતા બદલો :

                  અમેરિકાના એક નાના ગામમાં એક સામાન્ય આર્થિક સ્થિતીના ખેડૂતે ગામથી થોડે દૂર જંગલ પાસે નાનું ખેતર (ફાર્મ) ખરીદ્યું.એક દિવસ તે તેના ફાર્મ પર ગયો ત્યાં સાપ નિકળ્યો તે દૂરનાં જંગલમાં ફેંકી આવ્યો.રોજ ને રોજ અહીં સાપ નિકળે રોજ તે જંગલમાં ફેંકી આવે. તેની સાથે આ જમીન પર સાપ નિકળ્વાની સંખ્યા રોજે રોજ વધતી ગઈ, હવે તે ખૂબ કંટાળ્યો તેને ખેતી કરવામાં મુશ્કેલી પડવા લાગી. તેણે વિચાર કર્યો અને ખેતેરની ફરતે દિવાલો ચણી કાઢી, છતાં પણ તે જમીનમાંથી સાપ નિકળ્યા જ રાખે.એટલે તેણે ત્યાં સાપ બહાર ન આવે તેટલા માટેની પૂરતી વ્યવસ્થા કરી, આ ફાર્મમાં તે સાપને રાખવા લાગ્યો એને એક મોટું સર્પ ફાર્મ તૈયાર કર્યું , તેની પ્રસિધ્ધિ એટલી વધી કે આજુ બાજુના દરેક લોકો તેને જોવા આવવા લાગ્યા અને તે ખેડૂતે સમૃધ્ધ બની ગયો.  

                    અહીં સમજવાનું એ છે કે જો આપણે દરેક બાબતમાં યોગ્ય,હકારાત્મક વલણ ,માન્યતા અપનાવીએ તો મુશ્કેલ પરિસ્થિતિમાંથી તો માર્ગ નિકળે જ પણ તે સાથે સાથે આપણને સમૃધ્ધ અને પ્રસિધ્ધ પણ બનાવે છે. 

                  એક માણસ સવારે સમુદ્ર કિનારે ફરવા નિકળ્યો,તેણે જોયું કે સમુદ્રના મોજાંની સાથે એટ્લીય માછલી કિનારે આવી જતી અને જયારે મોજાં પાછા ફરે ત્યારે એ માછલીઓ કિનારે જ રહી જતી અને મરી જતી.માણસ આગળ ચાલ્યો એક એક માછલી ઉપાડીને સમુદ્રમાં ફેંકવા લાગ્યો.ત્યાં ઉભેલો બીજો માણસ આ જોઈને સમજી ન શક્યો કે તે માણસ શું કરી રહ્યો છે.તેણે આગળ આવીને પહેલા માણસને પૂછયું, “તું આ શું કરી રહ્યો છે?” એ માણસે કંઈ જવાબ ન આપ્યો,બે ડગલા આગળ ચાલી એક માછલી પાણીમાં નાખીને બોલ્યો, “આનાથી આ એક માછલીને ફર્ક પડે છે.”
મોટાભાગના માણસોની એવી ખોટી માન્યતાઓ હોય છે કે, હું આમ ન કરું તો શું ફર્ક પડે?,મારા આમ વિચારવાથી શું ફર્ક પડે ?,મારાથી આમ ન થાય, તેમ ન થાય,હું આ ન કરી શકું મને એ ન આવડે.... તમારી આવી માન્યતાઓથી બહું મોટો ફર્ક પડે છે.આવી માન્યતાઓ જ તમારી જિંદગીમાં અવરોધક હોય છે,માટે તમારી આ માન્યતાઓ આજે જ બદલવાનું શરૂ કરી દો. “માન્યતા બદલો જિંદગી બદલાઈ જશે.”તમે માનવાનું શરૂ કરો કે આ કામ મારાથી થઈ શકે,હું ધારેલા ધ્યેય,લક્ષ્ય સુધી પહોંચી શકું જ. તમે તેમાં સફળ થશો જ.

“ સફળ થવાના વિચારથી જ 50 % સફળતા ત્યારે જ મળી જાય છે,જ્યારે બાકીની 50 % સફળતા પ્રયત્ન દ્વારા મળે છે.”

               અર્ધજાગ્રત મન શક્તિનો સ્રોત : ઈશ્વરે બનાવેલી કોઈપણ બાબતો નકામી નથી,પણ એનો ઉપયોગ કરતાં આપણને આવડતું હોવું જોઈએ.આપણે કોઈ એક નવું બાઈક ખરીદીએ,પણ તેને પહેલા ગિયરમાં જ ચલાવીએ અને પછી જો તેની એવરેજ ઓછી આવે ત્યારે આપણે બાઈક બનાવતી કંપની વિરુધ્ધ ફરિયાદ કરીએ તો એ કોની ખામી કહેવાય ? આપણામાં કે કંપનીમાં ? ઈશ્વરે આપણા પોતાનામાં અને જિંદગીમાં જરૂરિયાત મુજબનાં દરેક ગિયર (શક્તિ)પહેલેથી જ આપેલા છે.પણ આપણે જો આ શક્તિઓને ન ઓળખીએ તો આપણે તેનો પૂરો અને યોગ્ય ઉપયોગ કેવી રીતે કરી શકીએ? જો આપણે સમૃધ્ધ બનવું હોય અને સફળતાનો સ્વાદ ચાખવો હોય તો તેનો ઉપયોગ કરતા શીખવું પડે.

          કોઈ સ્ત્રીને તેનો પતિ માઈક્રોવેવ ઓવન ખરીદી આપે,તે સ્ત્રી ઓવનનો યોગ્ય ઉપયોગ કરી વાનગીઓ બનાવવાને બદલે એમાં માત્ર પાપડ જ શેકે તો તે સ્ત્રીની જ અજ્ઞાનતા કહેવાય. ઈશ્વરે આપણને દરેક વસ્તું હાંસિલ કરવાની શક્તિ આપેલી છે.આ શક્તિનો ભંડાર અને સ્રોત અર્ધજાગ્રત મન (આંતર મન)પાસે છે.તમે તેનો જેવો અને જેટલો ઉપયોગ કરશો તેટલું અને તેવું ફળ આપવા માટે એ પરિસ્થિતિ સર્જશે.
અર્ધજાગ્રત મનની શક્તિનો ઉપયોગ કરવા અને તેના સુધી પહોંચવા વિઝયુલાઈઝેશન કરતા શીખવું પડે, તો ચાલો જોઈએ કેવી રીતે કરવું વિઝયુલાઈઝેશન ?


વિઝયુલાઈઝેશન કેવી રીતે કરવું ? :

                   વિઝયુલાઈઝેશન કરવા માટે રીલેકસેશન કરવું જરૂરી છે. કારણ કે, મન અને શરીર જ્યાં સુધી રીલેક્સ ન હોય ત્યાં સુધી અર્ધજાગ્રત મન પાસે ન પહોંચી શકાય. હા ,પણ રેગ્યુલર પ્રેકટીશ બાદ જાગ્રત અવસ્થામાં પહોંચી શકાય.રીલેક્સ થવા માટે પહેલા પ્રાણાયામ કરવુ જોઈએ.

પ્રાણાયામ ટેકનીક ઃ

               સૌ પ્રથમ કોઈ એક શાંત જગ્યાએ આરામથી બેસી આંખ બંધ કરો.ધીમા અને ઊંડા શ્વાસ લો.તમારું ધ્યાન માત્ર તમારા શ્વાસ પર કેન્દ્રિત કરો.તમારા શરીરના દરેક અંગો ઢીલા છોડી દો અને મનમાં બોલતા રહો કે,તમારું શરીર રીલેક્સ થઈ રહ્યું છે,તમારા શરીર ના દરેક અંગ હાથ ,પગ, આંખ ,ગરદનનાં સ્નાયુ વગેરે રીલેક્સ થઈ રહ્યા છે.જેમ જેમ તમે બોલતા જાવ તેમ તેમ તમારું શરીર રીલેક્સ થતું જશે.આ રીતે તમારું મન અને શરીર શાંત થઈ જશે.આ રીલેક્સ અવસ્થા એ જ તમારી આલ્ફા અવસ્થા એટલે કે, અર્ધજાગ્રત અવસ્થા. 

વિઝયુલાઈઝેશન ટેકનીક ઃ

                આલ્ફા અવસ્થામાં પહોંચ્યા બાદ આંખ બંધ રાખીને જ તમે ઈચ્છતા હોય,જે મેળવવા માંગતા હોય તે માત્ર ચિત્ર સ્વરૂપે જુઓ. એવી રીતે જુઓ કે ચિત્ર તમે બનાવી રહ્યા હોય કે આપમેળે એ બની રહ્યું હોય.એટલે કે તે હાલતાં ચાલતાં હોવા જોઈએ.ઈચ્છીત વસ્તું તમે મેળવી લીધી હોય તેવું જુઓ. એ વસ્તું તમે મેળવીને તમે ખુશ છો તેમજ તેનો એહસાસ તમારા રુંવાટા ઉભા થઈ જાય એવી રીતે કરો.તમારા માનસપટ પર જેટલા સ્પષ્ટ ચિત્રો હશે તેટલું વધુ સારું પરિણામ મળશે. 

ધ્યાનમાં રાખવાની બાબત :

વિઝયુલાઈઝેશનમાં ધ્યેયનું અંતિમ પરિણામ જ જોવાનું છે.
વિઝયુલાઈઝેશન ઓછા થી વધુ સમય સુધી લંબાવો.
ચાલુ વર્તમાનકાળમાં વિઝયુલાઈઝેશન કરવાનું છે.
નકારાત્મક બાબત તેના સુધી ન પહોંચે તે ધ્યાન રાખો.
નફરતનો ભાવ રાખીને કોઈ વિશે ખરાબ ઈચ્છો.તે આખરે તમને જ નુકસાન પહોંચાડશે.


“રાત્રે સુતા બાદ આવે તે સપના નહિં પણ,જે સુવા ન દે તે જ સપના પુરા થાય છે.”
                                                                                  એ.પી.જે.અબ્દુલ કલામ

Post a Comment

 
Top