0
                             
                              કેલીફોર્નીયાથી કેટેલીના ટાપુ ૨૫ માઈલ દુર છે. આ ચેનલને તરીને પર કરવાનું સાહસ ઘણાએ કર્યું છે તેમાંથી એક મહિલા હતી, ફ્લોરેન્સ ચાડવિ
બધી તૈયારી બાદ ફ્લોરેન્સે તરવાનું શરુ કર્યું. અચાનક મોસમે મિજાજ બદલ્યો. ધુમ્મસ અને કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા ફ્લોરેન્સ ધ્રુજી ઉઠી. એમ છતાં એ તરતી રહી. પંદર કલાક બાદ એ હાંફી ગઈ એટલે એણે પાણી માંથી બહાર ખેચી લેવામાં આવી.
                            જો કે કિનારાથી એ માત્ર અડધો માઈલ જ દુર હતી. એણે ફરી તૈયારી શરુ કરી. બે મહીના બાદ ફરી એણે આ ચેનલ તરવાનો પડકાર ઝીલી લીધો. ફરી એજ ઘટનાનું પુનરાવર્તન થયું. એ થાકી ગઈ, હાંફી ગઈ, ધુમ્મસે એનો માર્ગ રોકી લીધો, આ વખતે એણે પૂરી શ્રદ્ધા સાથે તરવાનું ચાલુ રાખ્યું અને મનોમન બોલી ઉઠી:
"ધુમ્મસ ની પાછળજ મારા લક્ષ્યાંકના ટાપુની જમીન છે અને હું ત્યાં અચૂક પહોચીશ જ."
એ સફળતા પૂર્વક ચેનલ તરી ગઈ. એણે વિશ્વ વિક્રમ કર્યા. ચેનલ તરીને ઓળંગનાર વિશ્વની એ પ્રથમ મહિલા બની એટલુજ નહિ, પરંતુ અગાઉ જે પુરુષો તરીને ત્યાં પહોચ્યા હતા એના કરતા ફ્લોરેન્સે બે કલાક વહેલા પહોચી એક સાવ નવોજ વિક્રમ સર્જ્યો.

ફ્લોરેન્સની કથામાંથી સફળતાના કેટલાક સિદ્ધાંતો સમજવા મળે છે:

-આત્મવિશ્વાસ દ્વારા ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી માંડયા
-લક્ષ્ય કે ધ્યેય નક્કી કરો પછી થાકી જાઓ તો પણ એની પાછળ માંડ્યા રહો.
-તમારા સંકલ્પને એકદમ સ્પષ્ટ રીતે તમારી નજર સમક્ષ રાખો.
-કદી પણ બાજી અડધેથી છોડી ન દો.
- મંઝીલ પર પહોચી રહ્યા છો એવું દ્રશ્ય મનમાં સાકાર કરતા રહો.


Post a Comment

 
Top